<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ભગવા છોડી ફરી મમતા કુલકર્ણી બની મોર્ડન : 'કરણ અર્જુન'ના સુપરહિટ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જાંબલી જમ્પસૂટમાં ગ્લેમરસ લુક વાયરલ

જાન્યુઆરી 2025માં મહાકુંભમાં સંન્યાસ લઈને સાધ્વી બનેલી 90's સ્ટાર મમતા કુલકર્ણી ફરી ચર્ચામાં, રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બાદ 'એક મુંડા મેરી ઉમર કા' ગીત પર કર્યો ડાન્સ

મુંબઈ તા.૨૭ : 90 ના દાયકાની સુપરહિટ હિરોઈન અને હાલમાં સાધ્વી બનેલી મમતા કુલકર્ણી ફરી એકવાર પોતાના બોલિવૂડ અવતારમાં જોવા મળી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

 

જાન્યુઆરી 2025માં મમતા કુલકર્ણીએ સન્યાસ લઈ શ્રી યમાઈ મમતા નંદગીરી નામ ધારણ કર્યું હતું અને ભગવા વસ્ત્રોમાં જોવા મળતી હતી. પરંતુ હવે તેણે ભગવા છોડી મોર્ડન અવતાર ધારણ કર્યો છે.

 

તાજેતરમાં જયપુરમાં યોજાયેલા 14માં રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલમાં મમતાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન સ્ટેજ પર તેની જ 90's ની ફિલ્મોના હિટ ગીતો વાગતા જ તે પોતાની જાતને રોકી શકી નહીં.

 

વીડિયોમાં મમતા જાંબલી રંગના ગ્લેમરસ જમ્પસૂટમાં 'કરણ અર્જુન'ના 'એક મુંડા મેરી ઉમર કા', 'ઘાતક'ના 'કોઈ જાયે તો લે આયે' અને 'સબસે બડા ખિલાડી'ના ગીતો પર સ્ટુડન્ટ્સ સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

 

આ વીડિયો સામે આવતા જ નેટીઝન્સ ચોંકી ગયા છે. કોમેન્ટ્સમાં લોકો લખી રહ્યા છે કે "યે તો સાધ્વી બન ગઈ થી", "સંન્યાસ કા ક્યા હુઆ?".

 

હાલ મમતાએ આ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(2:36 PM IST)