તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ :ગુડ્ડુ અને કાલિન ભૈયાની લાજવાબ અદાકારી :મુન્ના ભૈયાની વાપસી મોટી સરપ્રાઈઝ
વેબ સિરીઝની જેમ જ ફિલ્મમાં પણ એક્શન, સત્તાની લડાઈ અને બદલાની આગ જોવા મળશે:અભિનેતા રવિ કિશન પણ નવી અને મહત્વપૂર્ણ ભૂમિકામાં

ભારતીય OTT જગતની સૌથી લોકપ્રિય અને ચર્ચિત વેબ સિરીઝમાંથી એક મિર્ઝાપુર હવે મોટા પડદા પર એન્ટ્રી કરવા જઈ રહી છે. નિર્માતાઓએ Mirzapur: The Movie નું પ્રથમ ટીઝર રિલીઝ કરીને ચાહકોનો ઉત્સાહ અનેકગણો વધારી દીધો છે. વેબ સિરીઝની જેમ જ ફિલ્મમાં પણ એક્શન, સત્તાની લડાઈ અને બદલાની આગ જોવા મળશે. 4 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
ટીઝરમાં સૌથી મોટું આકર્ષણ દિવયેન્દુ શર્મા દ્વારા ભજવાયેલ મુન્ના ભૈયાના પાત્રની વાપસી છે. વેબ સિરીઝમાં મુન્ના ભૈયાનું મૃત્યુ થઈ ચૂક્યું હોવા છતાં ફિલ્મમાં તેની એન્ટ્રીએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સાથે જ તેના નજીકના મિત્ર કમ્પાઉન્ડરની ભૂમિકામાં અભિષેક બેનર્જી પણ ફરી જોવા મળશે. બીજી તરફ પંકજ ત્રિપાઠીના કાલીન ભૈયા અને અલી ફઝલના ગુડ્ડુ ભૈયા વચ્ચેની ટક્કર ફિલ્મનું મુખ્ય કેન્દ્ર બનશે.
ફિલ્મમાં ‘પંચાયત’ ફેમ જિતેન્દ્ર કુમારની એન્ટ્રી પણ ચર્ચાનો વિષય બની છે. ટીઝરમાં તે ગુડ્ડુના ભાઈ બબલુના પાત્રમાં જોવા મળતો હોવાનો સંકેત મળ્યો છે. વેબ સિરીઝમાં આ પાત્ર વિક્રાંત મેસ્સીએ ભજવ્યું હતું, પરંતુ ટીઝરમાં તેમની ગેરહાજરી નોંધાઈ છે. ઉપરાંત, જાણીતા અભિનેતા રવિ કિશન પણ નવી અને મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. મિર્ઝાપુરના વિશ્વમાં રવિ કિશનની એન્ટ્રી ચાહકો માટે એક ખાસ સરપ્રાઇઝ માનવામાં આવી રહી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
