News of Friday, 1st May 2026
આજે એકસાથે ૫થી વધુ મોટી ફિલ્મો રિલીઝઃ સિનેમાધારકોની અગ્નિપરીક્ષા
રાજા શિવાજી, એક દિન, ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨, પેટ્રીઅટ, કેડી ધ ડેવિલ એકસાથે રિલીઝ થશે

સ્ક્રીન-શેરિંગ અંગેની સમસ્યાઓ હવે અત્યંત સામાન્ય બની ગઈ છે અને આ અઠવાડિયે પરિસ્થિતિ નોંધપાત્ર રીતે વધુ ગંભીર બની ગઈ છે. તેનું કારણ એ છે કે વિવિધ ભાષાઓની અનેક મોટી ફિલ્મો એકસાથે રિલીઝ થઈ રહી છે, જેના કારણે પ્રોગ્રામર્સ માટે દરેક ફિલ્મને પુરતા શો ફાળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. ૧ મેએ એક સાથે મરાઠી અને હિન્દીમાં રાજા શિવાજી, હન્દીમાં જુનૈદ ખાનની એક દિન, હોલિવૂડ ફિલ્મ ધ ડેવિલ વેર્સ પ્રાડા, મલિયાલમ ફિલ્મ પેટ્રીઅટ અને કેડી ધ ડેવિલ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
સ્કીરન શેરિગની સમસ્યાને કારણે હજુ ઘણા થિએટર એડવાન્સ બૂકિગ શરૂ કરી શક્યા નથી. ફિલ્મ એક્ઝિબિશન સાથે સંકળાયેલા એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, ‘‘આ તો અમારી માટે અગ્નિ પરીક્ષા જેવું છે. અમારે રાજા શિવાજી, એક દિન, ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨ પેટ્રિઅટ, કારા, ગુજરાતી ફિલ્મ ધબકારો, કન્નડ ફિલ્મ કેડી ધ ડેવિલ એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. મુંબઈ જેવા શહેરમાં, જ્યાં વિવિધ ભાષાની ફિલ્મો માટે પ્રેક્ષકો છે, પ્રોગ્રામિગ ટીમ રીતે કામ કરી રહી છે અને ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે સતત સંપર્કમાં છે જેથી ફિલ્મોને પૂરતું પ્રદર્શન મળી શકે.''
આ દરમિયાન, પહેલાંથી જ ચાલી રહેલી ફિલ્મો જેવી કે માઇકલ, ભૂત બંગલા પણ સારું પ્રદર્શન કરી રહી છે અને તેમને પણ જગ્યા આપવી જરૂરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પેટ્રીઅટ અને કેડી ધ ડેવિલના હિન્દી ડબ્ડ વર્ઝન પણ આવશે, પરંતુ હાલ દેશભરમાં તેમની બૂકિગ્સ ક્યાંય ખુલી નથી, શક્ય છે કે શો-શેરિગની સમસ્યાઓને કારણે આવું થતું હોય.
બીજી તરફ હિન્દી ફિલ્મના માર્કેટમાં આ અઠવાડિયાની સૌથી મોટી રિલીઝ રાજા શિવાજી છે, અને તેના ડિસ્ટ્રિબ્યુટર્સ જિયો સ્ટુડિયોઝે તેને મોટી રિલીઝ આપવા માટે પુરા પ્રયાસ કર્યા છે. સ્ટુડિયો દ્વારા એક્ઝિબિટર્સને મોકલેલી જરૂરીયાત મુજબ, સિગલ-સ્ક્રીન થિએટર્સમાં તમામ શો આ ફિલ્મને ફાળવવા માટે કહેવામાં આવ્યું છે. ૨-સ્ક્રીન થિયેટર્સમાં ૭ શો, જ્યારે ૩-સ્ક્રીન મલ્ટિપ્લેક્સમાં ૧૦ શો રાખવાના છે. ૪-સ્ક્રીન ધરાવતા સિનેમાઘરોમાં ૧૪ શો રાજા શિવાજીના ચલાવવા પડશે. જ્યારે ૫ અથવા વધુ સ્ક્રીન ધરાવતા સિનેમાઘરોમાં દરરોજ ૧૬ શો રાખવામાં આવશે.
આ સંખ્યામાં હિન્દી અને મરાઠી બંને વર્ઝન સામેલ છે. આ ઉપરાંત, થિયેટર્સને રાજા શિવાજીને ૪ઝહ્ અને ચ્ભ્ત્મ્ પ્રીમિયમ ફોર્મેટમાં પણ બતાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ પડકારો છતાં, એક્ઝિબિટર્સ ખુશ છે કારણ કે મોટાભાગની ફિલ્મોમાં સારો પ્રેક્ષક વર્ગ ખેંચવાની અપેક્ષા છે. ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨ આ અઠવાડિયાની સરપ્રાઇઝ બની શકે છે કારણ કે તેનાં એડવાન્સ બૂકિગ અપેક્ષા કરતાં વધુ સારાં છે. જ્યારે રાજા શિવાજી મહારાષ્ટ્રમાં ખૂબ જ સારી ઓપનિંગ માટે તૈયાર છે
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
