હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારા પિતાએ કેરિઅરની શરૂઆતમાં જ મારી સાથે ‘‘રિવર્સ નેપોટિઝમ'' કર્યું હતું
‘‘મારા પપ્પા હંમેશા કહેતા કે ‘તારે પોતાની જાતને સાબિત કરવી પડશે'

મુંબઇ તા.૨૦: એક ઇન્ટરવ્યુ દરમિયાન સોનાક્ષીએ કહ્યું કે તેનાં પિતાએ હંમેશા તેને પોતાની મહેનતથી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. તેણે જણાવ્યું, ‘‘મારા પપ્પા હંમેશા કહેતા કે ‘તારે પોતાની જાતને સાબિત કરવી પડશે'. તેઓ પોતે પણ એવી જ રીતે આગળ વધ્યા હતા. તમે કોણ છો એ મહત્વનું નથી, તમે શું કામ કરો છો અને કેવી રીતે પોતાને સાબિત કરો છો એ મહત્વનું છે.'' સીસ્ટમમાં સોનાક્ષી ‘‘નેહા રાજવંશ'' નામની પબ્લિક પ્રોસિક્યુટરનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં નેહાના પિતા દેશના જાણીતા ડિફેન્સ લોયર છે, પરંતુ તેઓ પોતાની દીકરીને પરિવારના વ્યવસાયમાં જોડતા પહેલાં પોતાનું નામ બનાવવાનું કહે છે. ફિલ્મમાં એક સંવાદ છે ‘‘આ કેવું રિવર્સ નેપોટિઝમ છે?'' જેને લઈને સોનાક્ષીએ કહ્યું કે આ વાત તેનાં પોતાનાં જીવન સાથે પણ ઘણી જોડાયેલી લાગે છે.
આ ફિલ્મનું ડિરેક્શન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે. ફિલ્મમાં જ્યોતિકા અને આશુતોષ ગોવારિકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સોનાક્ષીએ વધુમાં કહ્યું કે તેનાં પાત્રની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ નથી, પરંતુ ખૂબ માનવીય છે. ‘‘તે ભૂલો કરે છે, પોતાની લડાઈઓ લડે છે અને પોતાને સાબિત કરવાની કોશિશ કરે છે. આ બાબતો ઘણી મહિલાઓને પોતાનાં જેવી લાગશે.'' એમ તેમણે જણાવ્યું. સીસ્ટમ ૨૨ મેના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
