તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
અક્ષયકુમાર-વિપુલ શાહની ‘સમુક'માં નથી કરાયો વીએફએક્સનો ઉપયોગ
ગાઢ જંગલ, રહસ્યમય હાથ, ડરામણા જીવની ઝલક પોસ્ટરમાં દેખાઇ : તમામ દ્રશ્યો વાસ્તવીક શૂટ કરાયાઃ ૨૮મી મેના રિલીઝ થશે ફિલ્મ

અક્ષય કુમાર અને વિપુલ અમળતલાલ શાહ ૧૩ વર્ષ બાદ ફરી એકસાથે; સાયન્સ-ફિક્શન થ્રિલર ‘સમુક' ૨૮ મે, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ
મુંબઇ તા. ૧૭: બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમાર અને જાણીતા નિર્માતા વિપુલ અમળતલાલ શાહ ૧૩ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર મોટા પડદે સાથે કામ કરવા જઈ રહ્યા છે.
તેમની આગામી સાયન્સ-ફિક્શન, એક્શન અને સર્વાઇવલ થ્રિલર ફિલ્મ ‘સમુક'ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૮મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આજના સમયમાં જ્યાં પ્રમોશન દરમિયાન ફિલ્મની મોટાભાગની માહિતી સામે આવી જતી હોય છે, ત્યાં ‘સમુક'ના મેકર્સે રહસ્ય જાળવી રાખવા માટે અલગ રસ્તો અપનાવ્યો છે.
મોશન પોસ્ટરમાં સફેદ બેકગ્રાઉન્ડ, ગાઢ જંગલ, એક રહસ્યમય હાથ અને ડરામણા જીવની ઝલક જોવા મળે છે, જે દર્શકોને એક અનોખી અને રોમાંચક દુનિયાનો અનુભવ કરાવવાનો સંકેત આપે છે. ભારતીય સિનેમામાં આજકાલ મોટા દૃશ્યો માટે વીએફએક્સનો ભરપૂર ઉપયોગ થાય છે, પરંતુ ‘સમુક'ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફિલ્મના તમામ દૃશ્યો વાસ્તવિક રીતે શૂટ કરવામાં આવ્યા છે, જે મોટા પડદા પર એક અલગ જ સિનેમેટિક અનુભવ આપશે.
સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ વિપુલ અમળતલાલ શાહ દ્વારા નિર્મિત, આશિન એ. શાહ દ્વારા સહ-નિર્મિત અને કનિષ્ક વર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા કલાકારો જોવા મળશે. જેમાં રૂક્મિણી મૈત્રા, વિનીત કુમાર સિંહ, રજત કપૂર, બનિતા સંધુ અને સ્વાનંદ કિર્કિરે મહત્વની ભુમિકાઓમાં નજરે પડશે. અક્ષય કુમાર ફરી એકવાર પોતાની પરંપરાગત એક્શન ફિલ્મોથી અલગ એક નવા જોનરમાં જોવા મળશે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
