<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ભારતમાં પાકિસ્‍તાની વેબ સિરીઝ ‘જો બચે હૈ સંગ સમેટ લો' પર પ્રતિબંધઃ કેન્‍દ્ર સરકારે નેટફિલક્‍સને ચેતવણી આપી

ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત વેબ સિરીઝના રિલીઝ સામે વિરોધ અને ફરિયાદો વચ્‍ચે માહિતી અને પ્રસારણ મંત્રાલયનું પાકિસ્‍તાની કન્‍ટેન્‍ટ સામે કડક વલણ

નવી દિલ્‍હી, તા.૨૬: ભારતમાં પાકિસ્‍તાન સ્‍થિત વેબ સિરીઝ જો બચે હૈ સંગ સમેટ લો ના સંભવિત સ્‍ટ્રીમિંગને લઈને ઉઠેલા વિવાદ અને રજૂઆતો બાદ કેન્‍દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્‍લેટફોર્મ નેટફિ્‌લક્‍સને સ્‍પષ્ટ નિર્દેશ આપ્‍યો છે કે પાકિસ્‍તાનમાં બનેલી કોઈપણ સામગ્રી ભારતમાં ઉપલબ્‍ધ ન કરાવવામાં આવે.

મંત્રાલયે ૮ મે, ૨૦૨૫ ના રોજ જારી કરાયેલા અગાઉના આદેશની યાદ અપાવવાની સાથે ગયા વર્ષે જૂનમાં નેટફિ્‌લક્‍સે પોતે આપેલી ખાતરીનું પાલન કરવા પર ભાર મૂકયો છે, જેમાં પ્‍લેટફોર્મે જણાવ્‍યું હતું કે ભારતીય સબ્‍સ્‍ક્રાઇબર્સ માટે પાકિસ્‍તાન સંબંધિત કોઈ ફિલ્‍મ કે વેબ સિરીઝ રજૂ કરવામાં આવી નથી.

ફરહત ઇશ્‍તિયાકની નવલકથા પર આધારિત અને ફવાદ ખાન, માહિરા ખાન, સનમ સઈદ તથા હાનિયા આમિર જેવા જાણીતા કલાકારોને ચમકાવતી આ સિરીઝની આંતરરાષ્‍ટ્રીય રિલીઝની ચર્ચાઓ વચ્‍ચે ભારતમાં તેના પ્રસારણ સામે ફિલ્‍મ સંગઠનો અને વિવિધ સ્‍તરેથી વાંધો ઉઠાવવામાં આવ્‍યો છે.

વિરોધ કરનારા સંગઠનોએ રાષ્‍ટ્રીય હિત અને અગાઉની સરકારી માર્ગદર્શિકાનો હવાલો આપીને ભારતમાં પાકિસ્‍તાની સામગ્રી ન દર્શાવવાની માંગ કરી છે, જ્‍યારે બીજી તરફ પાકિસ્‍તાનમાંથી આ વિવાદ પર કલા અને સંસ્‍કળતિના રાજકારણને લઈને પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.

આ સમગ્ર મામલે હવે સૌની નજર નેટફિ્‌લક્‍સના આગળના પગલાં પર ટકેલી છે કે તે ભારતીય દર્શકો માટેના પોતાના પ્‍લેટફોર્મ અંગે કેવી સ્‍પષ્ટતા કરે છે. મંત્રાલયના કડક વલણ અને સતત વિરોધને જોતાં ભારતમાં આ વેબ સિરીઝનું સ્‍ટ્રીમિંગ અટકી જવાની શકયતા વધુ પ્રબળ બની છે, જેના કારણે OTT પ્‍લેટફોર્મ પર ક્રોસ-બોર્ડર કન્‍ટેન્‍ટને લઈને ફરી એકવાર મોટી ચર્ચા જાગી છે. 

(3:00 PM IST)