<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

આવતા વર્ષે મુન્નાભાઈ ૩નું શૂટિંગ શરૂ કરવાનો પ્‍લાન

મુંબઇઃ તા.૬: ડિરેક્‍ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રેન્‍ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્‍મના સ્‍ક્રિપ્‍ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્‍યા છે.

બોલીવુડની સુપરહિટ ફ્રેન્‍ચાઇઝીમાંની એક ‘મુન્નાભાઈ'ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્‍યા છે. ડિરેક્‍ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રેન્‍ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્‍મના સ્‍ક્રિપ્‍ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્‍યા છે.

ફરહાદ સામજીનો આ ફ્રેન્‍ચાઇઝી સાથે જૂનો અને ગાઢ સંબંધ રહ્યો છે. ૨૦૦૩માં રિલીઝ થયેલી ‘મુન્નાભાઈ MBBS'ના સુપરહિટ ગીત ‘એમ બોલે તો...'નું મુખડું તેણે જ લખ્‍યું હતું. હવે વર્ષો બાદ રાજકુમાર હીરાણી અને ફરહાદ સામજીની આ જોડી ફરી એક વાર સાથે ‘મુન્નાભાઈ ૩'માં કામ કરવા જઈ રહી છે.

રાજકુમાર હીરાણીએ અગાઉ પણ સ્‍પષ્ટ કર્યું હતું કે તે ‘મુન્નાભાઈ ૩'નું નિર્માણ ત્‍યારે જ કરશે જ્‍યારે તેની પાસે એક શાનદાર અને દમદાર સ્‍ક્રિપ્‍ટ હશે. આ જ કારણ છે કે સ્‍ક્રિપ્‍ટમાં નવો અને તાજગીભર્યો અભિગમ લાવવા માટે આ પ્રોજેક્‍ટ સાથે ફરહાદ સામજીને જોડવામાં આવ્‍યો છે.

રિપોર્ટ પ્રમાણે ફરહાદ સામજી ટૂંક સમયમાં જ ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટનું કામ પૂર્ણ કરવાનો છે. જો બધું આયોજન પ્રમાણે પાર પડશે તો આ ફિલ્‍મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે

 

 

(9:50 AM IST)