<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

બોક્સ ઓફિસ પર 'રામાયણ'નો જાહલ જાદુ, માત્ર ૬ દિવસમાં ૮૦૦ કરોડની કમાણી વટાવી રચ્યો નવો ઇતિહાસ

રણબીર કપૂર અભિનીત ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૨૩.૫૦ કરોડનો આંકડો પાર કર્યો, ભારત અને વિદેશી બજારોમાં મળી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ

મુંબઈ : રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ' એ બોક્સ ઓફિસ પર સુવર્ણ અક્ષરોએ પોતાનો ઇતિહાસ લખવાની શરૂઆત કરી દીધી છે. રિલીઝ થયાના માત્ર છ દિવસની અંદર જ આ ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૨૩.૫૦ કરોડનો આંકડો પાર કરીને સીધી ૮૦0 કરોડની ક્લબમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઓવરસીઝ માર્કેટમાં પણ દર્શકો તરફથી અદભુત અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે ટ્રેડ એનાલિસ્ટ્સની નજર હવે આ ફિલ્મની આગામી ૧૦૦0 કરોડની ક્લબ તરફ મંડાયેલી છે.

ફિલ્મના અત્યાર સુધીના કલેક્શન પર નજર કરીએ તો, રિલીઝના પહેલા દિવસે રૂ.૬૪.૮૫ કરોડથી શરૂઆત કરનાર આ ફિલ્મે પાંચમા દિવસે ગોવર્ધન પૂજાની રજા દરમિયાન જબરદસ્ત ઉછાળો મેળવતા રૂ.૧૦૭.૫૦ કરોડની મસમોટી કમાણી કરી હતી. છઠ્ઠા દિવસે સામાન્ય ઘટાડા સાથે ભારતમાં તમામ ભાષાઓમાં કુલ રૂ.૯૪.૧૦ કરોડનું કલેક્શન નોંધાયું હતું, જેમાં એકલા હિન્દી વર્ઝનનો ફાળો રૂ.૭૬ કરોડ એટલે કે આશરે ૮૦.૮% જેટલો રહ્યો હતો. આ સાથે જ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પણ દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેનાથી ભારતનું કુલ નેટ કલેક્શન રૂ.૪૪૦.૪૫ કરોડ અને ગ્રોસ કલેક્શન રૂ.૫૨૬.૫૦ કરોડ પર પહોંચી ગયું છે.

વિદેશી બજારોમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે અને માત્ર ઓવરસીઝ માર્કેટમાંથી જ રૂ.૨૯૭ કરોડનું મજબૂત યોગદાન મળ્યું છે. પહેલા દિવસે ધીમી કે સ્થિર શરૂઆત બાદ બીજા દિવસે રૂ.૪૮.૦૫ કરોડ, ત્રીજા દિવસે રૂ.૬૯.૮૦ કરોડ અને ચોથા દિવસે રૂ.૫૬.૧૫ કરોડની કમાણી નોંધાઈ હતી.

(7:56 PM IST)