<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

રોહિત શેટ્ટીથી લઈને કરણ જોહર સુધી.. TV અને OTT પર ધમાલ મચાવશે ૫ ધમાકેદાર શો

વરસાદની સિઝનમાં તમે ઘરે બેસીને કંટાળી ગયા છો તો ઓગસ્‍ટ મહિનો તમારા માટે ખાસ બની રહેશે

મુંબઇ તા.૩૦: શું તમે ટીવી અને ઓટીટી પર ડ્રામા, સ્‍ટંટ્‍સ અને ધમાકેદાર શો જોવાનાં શોખીન છો? આ વાતનો જવાબ હા છે તો આ લિસ્‍ટ તમારા માટે ખાસ બની રહેશે. ઓગસ્‍ટ મહિનામાં એક-બે નહીં પરંતુ પૂરાં ૫ ધમાકેદાર રિયાલિટી શો તમે જોઈ શકો છો. તો તમે પણ આ લિસ્‍ટ પર નજર કરી લો.

ઓગસ્‍ટ મહિનાની શરૂઆતમાં રોહિત શેટ્ટીનો ખતરનાક સ્‍ટંટ બેસ્‍ડ શો ખતરોં કે ખિલાડી સિઝન ૧૫ શરૂ થશે. રોહિત શેટ્ટી દ્વારા હોસ્‍ટ કરવામાં આવેલી આ સિઝન પહેલાં કરતા અનેક રીતે ધમાકેદાર અને ખતરનાક હોઈ શકે છે. ‘ખતરોં કે ખિલાડી' ની સિઝન ૧૫ નો પહેલો એપિસોડ ૧ ઓગસ્‍ટ ૨૦૨૬ નાં રોજ પ્રીમિયર થશે. આ શો તમે દર શનિવારે અને રવિવાર રાત્રે ૯ વાગે કલર્સ અને જિયો હોટસ્‍ટાર પર જોઈ શકશો.

આ લિસ્‍ટમાં બીજું નામ ભોજપુરી બવાલ છે. ભોજપુરી ઇન્‍ડસ્‍ટ્રીનાં ઇતિહાસમાં પહેલીવાર આવો અનફિલ્‍ટર્ડ રિયાલિટી શો આવી રહ્યો છે. આ શોમાં પવન સિહ, દિનેશ લાલ યાદવ, આમ્રપાલી દુબે, કાજલ રાધવાની જેવા અનેક કલાકારો શોમાં જોવા મળશે. આ શો ૨ ઓગસ્‍ટ ૨૦૨૬ નાં રોજ જિયો હોટસ્‍ટાર પર આવશે. આ શો મનીષા રાની અને કૃષ્‍ણા અભિષેક હોસ્‍ટ કરશે.

ત્રીજા નંબર પર દેશનો સૌથી પોપ્‍યુલર ગેમિગ રિયાલિટી શો પ્‍લેગ્રાઉન્‍ડ તેની ૫મી સિઝનની સાથે વાપસી કરે છે. આ શો ૧ ઓગસ્‍ટ ૨૦૨૬ થી તમે એમેઝોન એમએક્‍સ પ્‍લેયર પર જોઈ શકશો.

ચોથા નંબર પર દેશનો સૌથી મોટો હિપ-હોપ અને રેપ રિયાલિટી શો એમટીવી હસલ સીઝન ૫ છે. આ શો ફરી એકવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ શો તમે એમટીવી તેમજ જિયો હોટસ્‍ટાર પર ૮ ઓગસ્‍ટ ૨૦૨૬ થી જોઈ શકશો. આ શો પોપ્‍યુલર રેપર બાદશાહ હોસ્‍ટ કરશે.

આ લિસ્‍ટમાં કરણ જોહરનો શો ધ ટ્રેટર્સ ૨ પણ શામેલ છે. પહેલી સિઝનની જેમ બીજી સીઝન પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. કરણ જોહર આ શોને હોસ્‍ટ કરશે. આ શોમાં મલ્‍લિકા શેરાવત, મુનવ્‍વર ફારુકી, ઉર્ફી જાવેદ, અપૂર્વા મુખીજા જેવા અનેક ચહેરાઓ જોવા મળશે. આ શો ૧૩ ઓગસ્‍ટ ૨૦૨૬થી એમેઝોન પ્રાઈમ વીડિયો પર તમે જોઈ શકશો.

સલમાન ખાનનો બિગ બોસ શો પણ તેની ૨૦મી સિઝન માટે તૈયાર છે. લેટેસ્‍ટમાં મેકર્સે બિગ બોસ ૨૦ નું એલાન કર્યું હતુ. જો કે હજુ સુધી આ શોની ડેટ ફાઈનલ થઈ નથી

(9:55 AM IST)