News of Saturday, 9th May 2026
ફેમિના બ્યુટી એવોર્ડ્ઝ ૨૦૨૬માં ચમક્યાં સિતારાઓ

મુંબઇ,તા.૯: મુંબઇમાં તાજેતરમાં ફેમિના બ્યુટી એવોર્ડ્ઝ ૨૦૨૬નું આયોજન થયું હતું. જેમાં અનન્યા પાંડેને ‘ધ ગ્લોબલ ફેસ એવોર્ડ', ક્રિતિ સેનનને ‘બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર' એવોર્ડ, અદિતિ રાવ હૈદરીને ‘ધ ઇટર્નલ મ્યૂઝ એવોર્ડ', કબીર બેદીને ‘ટાઈમલેસ આઈકોન (મેલ)' એવોર્ડ, તમન્ના ભાટિયાને ‘ધ ગોલ્ડન બ્યુટી એવોર્ડ' સહિતના એવોર્ડ્ઝ મળ્યા હતા. મુંબઈના સોરૈયા બોમ્બે ખાતે યોજાયેલા ‘ફેમિના બ્યુટી એવોર્ડ્સ ૨૦૨૬'ના ડેબ્યુ એડિશનમાં ફિલ્મ, ફેશન અને બ્યુટી જગતના અનેક મોટા નામો એક જ છત હેઠળ જોવા મળ્યાં હતાં. સ્ટાર્સ રેડ કાર્પેટ પર ગ્લેમરસ અંદાજમાં પહોંચ્યાં હતાં અને એકબીજા સાથે વાતચીત કરતાં પણ જોવા મળ્યાં હતાં. ક્રિતિ સેનન, અનન્યા પાંડે, તમન્ના ભાટિયા, વેદાંગ રૈના, વિજય વર્મા, શનાયા કપૂર, હિના ખાન, રસિકા દુગ્ગલ, પ્રતિભા રાંટા, રીયા ચક્રવર્તી સહિત અનેક સેલેબ્સ ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
