<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતા જેઠાલાલના જીવનમાં આવશે બદલાવ? મેકર્સે કર્યો ખુલાસો

જેઠાલાલનો રોલ ઓછો કરવામાં આવ્યો હોવાની અફવાઓએ જોર પકડ્યું: આ સમાચાર સાંભળીને દિલીપ જોશીના ચાહકોના દિલ તૂટી ગયા

મુંબઈ : 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં જેઠાલાલનો રોલ ઓછો કરવામાં આવ્યો હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મેકર્સ હવે રાજસ્થાની ફેમિલીના ટ્રેક પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ સમાચાર સાંભળીને દિલીપ જોશીના ચાહકોના દિલ તૂટી ગયા હતા, પરંતુ હવે તેની પાછળનું સત્ય સામે આવ્યું છે.

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જેઠાલાલના પાત્રે દિલીપ જોશીને ઘર-ઘરમાં ઓળખ અપાવી છે. દયાબેનની ગેરહાજરીમાં પણ જેઠાલાલ શોની ધુરા સંભાળી રહ્યા છે. હાલમાં એવી અટકળો હતી કે શોમાંથી જેઠાલાલનું પાત્ર ઓછું થઈ જશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મેકર્સ શોમાં નવી આવેલી રાજસ્થાની ફેમિલી રત્ન સિંહ બિંજૌલા અને ધરતી ભટ્ટ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જેમને દર્શકો પસંદ પણ કરી રહ્યા છે. આ કારણે જેઠાલાલનો સ્ક્રીન ટાઈમ થોડો ઘટ્યો હોય તેવું લાગે છે, ખાસ કરીને બાઘા-બાવરીના ટ્રેક દરમિયાન. જોકે, મળતી માહિતી પ્રમાણે  મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે, "વાર્તા હજુ પણ જેઠાભાઈની આસપાસ જ ફરે છે. શોનું લેટેસ્ટ પ્રોમો પણ આવી ગયું છે અને અમે 28 જુલાઈએ શોના 18 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરીશું. જેઠાલાલનું પાત્ર શોમાંથી ક્યારેય દૂર નહીં થાય. જેથી જેઠાલાલના ચાહકોએ જરાપણ નિરાશ થવાની જરૂર નથી 

(8:02 PM IST)