News of Thursday, 16th July 2026
લંડનની શેરીઓમાં તમન્ના ભાટિયાનો ગ્લેમરસ અંદાજ: હોરર-થ્રિલર ફિલ્મ ‘રાગિણી ૩’ નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફર્સ્ટ લુક થયો વાયરલ
ફેન્સની આતુરતાનો અંત: બોલિવૂડ અને સાઉથની સુપરસ્ટાર તમન્ના હવે પ્રખ્યાત ‘રાગિણી એમએમએસ’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં ભય અને રોમાંચનો તડકો લગાવશે

મુંબઈ : બોલિવૂડ તેમજ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મશહૂર અને ગ્લેમરસ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ના ચાહકો માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. પોતાની એક્ટિંગ અને અદભુત ડાન્સ મૂવ્સથી કરોડો દિલો પર રાજ કરનારી તમન્નાએ તેની આગામી મોસ્ટ અવેટેડ હોરર-થ્રિલર ફિલ્મ ‘રાગિણી ૩’ (Ragini 3) નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનના સુંદર અને આહલાદક લોકેશન્સ પર કરવામાં આવી રહ્યું છે.
સેટ પરથી શેર કર્યો કિલર લુક
તમન્ના ભાટિયાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૂટિંગના પ્રથમ દિવસની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. લંડનની કડકતી ઠંડી વચ્ચે સેટ પરથી સામે આવેલા આ ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફેન્સ તેની આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. તસવીરોમાં તમન્નાનો અંદાજ ખૂબ જ આકર્ષક અને રહસ્યમય લાગી રહ્યો છે, જે ફિલ્મના હોરર ઝોનર તરફ ઈશારો કરે છે.
પ્રખ્યાત ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ
તમને જણાવી દઈએ કે ‘રાગિણી ૩’ એ બોલિવૂડની લોકપ્રિય હોરર-રોમેન્ટિક ફ્રેન્ચાઈઝી ‘રાગિણી એમએમએસ’ (Ragini MMS) નો આગામી ભાગ છે. આ સિરીઝના અગાઉના ભાગોને બોક્સ ઓફિસ પર દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે તમન્ના ભાટિયા આ ફ્રેન્ચાઈઝીને એક નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે.
ફિલ્મના મેકર્સના જણાવ્યા અનુસાર, ‘રાગિણી ૩’ માં દર્શકોને માત્ર ડર જ નહીં પરંતુ સુપરનેચરલ એલિમેન્ટ્સ (અલૌકિક શક્તિઓ) અને રોમાંચથી ભરપૂર એક નવી વાર્તા જોવા મળશે. લંડનનું શિડ્યુલ પૂરું થયા બાદ ફિલ્મની ટીમ ભારતમાં પણ કેટલાક મહત્વના દ્રશ્યોનું શૂટિંગ કરશે. તમન્નાના ફેન્સ હવે આ ફિલ્મ મોટા પડદા પર ક્યારે રિલીઝ થાય છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
