News of Saturday, 14th November 2026
જિગરદાન ગઢવીના અવાજમાં ‘રફ એન્ડ ટફ કન્યા'નું ટાઇટલ સોંગ રિલીઝ
સસરા અને જમાઈની ટક્કર મચાવશે ધૂમઃ ૨૦મીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

મુંબઇ તા. ૧૪: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુપ્રતિક્ષિત ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા'ના મેકર્સે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે. આ એક મજેદાર, જોશથી ભરપૂર અને અનોખું ગીત છે, જેને ‘હેટ એન્થમ ઓફ ધ યર' કહી શકાય. ગીતમાં જમાઈ અને સસરા વચ્ચેની રમૂજી ટક્કર જોવા મળે છે, જે દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.
આ ગીતને ખાસ બનાવે છે લોકપ્રિય ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી (જિગરા)નો અવાજ. ‘વ્હાલમ આવો ને' અને ‘તારી મધ મીઠી મધ મીઠી' જેવા લોક-યિ રોમેન્ટિક ગીતો ઉપરાંત અનેક હિટ ગીતો આપનાર જિગરદાન આ વખતે એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
સામાન્ય રીતે દર્શકો છોકરા અને છોકરીના પ્રમ અને તેમની કેમેસ્ટ્રી પર આધારિત રોમેન્ટિક ગીતો સાંભળતા હોય છે, પરંતુ ‘રફ એન્ડ ટફ કન્યા'નું આ ગીત એક નવો અને મજેદાર અંદાજ લઈને આવ્યું છે. આ ગીતમાં એક રફ સસરા અને ટફ જમાઈ વચ્ચેની મજેદાર નોકઝોક જોવા મળે છે. એન્ડ્રુ સેમ્યુઅલ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા અને ઉજ્જવલ દવે દ્વારા લખાયેલા આ ગીતમાં રમૂજ, એટિટયૂડ અને જિગરદાન ગઢવીના ખાસ અવાજનો સુંદર સંગમ જોવા મળે છે.
અભિનેતા હિતેન કુમારે ગીત વિશે વાત કરતાં કહ્યું, ઙ્કજ્યારે મેં પહેલીવાર આ ગીતનો કોન્સેપ્ટ સાંભળ્યો ત્યારે મને તે ખૂબ જ નવો અને રસપ્રદ લાગ્યો હતો. અત્યાર સુધી અનેક યાદગાર ગીતોનો ભાગ બન્યા પછી પણ સસરા અને જમાઈ વચ્ચેનું ‘હેટ એન્થમ' મેં પહેલાં કયારેય જોયું કે સાંભળ્યું નહોતું. આપણે ઘણી બધી સાસુ-વહુની વાર્તાઓ અને ફેમિલી કોમેડી જોઈ છે, પરંતુ આ ફિલ્મમાં સસરા અને જમાઈના સંબંધમાં રહેલી મસ્તી, નોકઝોક અને મજાકને ખૂબ જ અલગ અને આજના દર્શકોને પસંદ આવે તેવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે. રવિ ગોહિલ સાથે આ ગીતનું શૂટિંગ કરવાની ખૂબ મજા આવી. તે એક શાનદાર ડાન્સર છે.બિરલા સ્ટુડિયોઝ દ્વારા -સ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત ‘રફ એન્ડ ટફ કન્યા'નું દિગ્દર્શન યશ વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા બે વિચિત્ર ગુજરાતી પરિવારોની આસપાસ ફરે છે, જેઓ એક મજેદાર ટક્કરમાં ફસાઈ જાય છે. ફિલ્મ ૨૦મી નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
