તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
TRP માં ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' ૨ પહેલાં સ્થાન પર
‘અનુપમા' શોથી દર્શકો ધરાઈ ગયા

મુ઼બઇ તા.૧૮: બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે (BARC) હિન્દી ટીવી શોનો ૧૪ માં અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ્સ જારી કર્યો છે, જેમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર ટીવીની દુનિયાની પાવર ગેમ હવે પૂરી રીતે બદલાઈ ગઈ છે. વર્ષોથી નંબર વન પર અનુપમા સીરિયલ હતી. જો કે હવે દર્શકો આ સીરિયલથી ધરાઈ ગયા છે. આ રિપોર્ટ જોઈને મેકર્સનો પરસેવો છૂટી ગયો છે. ટોપ ૫માં ૨ નવી ટીવી સિરીયલે ધૂમ મચાવી દીધી છે. તો જાણો આ લિસ્ટમાં ટોપ પર કોણ છે?
આમ, તમને જણાવી દઈએ કે ૧૪ માં અઠવાડિયાનાં ટીઆરપી લિસ્ટમાં ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨ પહેલાં સ્થાન પર છે, જ્યારે આ શો છેલ્લાં ઘણાં અઠવાડિયાથી નંબર વન પર છે. આ શોનું રેટિગ ૨.૦ છે. આમ, આ શો દર્શકોનો હોટ ફેવરિટ બન્યો છે.
આ લિસ્ટમાં સૌથી મોટો ફેરફાર એ થયો છે કે ઝીટીવીનો શો 'વસુધા' ગયા અઠવાડિયે ચોથા નંબર પર હતો, જે આ વખતે છલાંગ મારીને બીજા નંબર પર આવી ગયો છે. દર્શકો આ શો પર ફિદા થઈ ગયા છે. આ અઠવાડિયે સીરિયલનું રેટિંગ ૧.૯ છે.
ઝીટીવીનો પોપ્યુલર શો ગંગા માઈ કી બેટિયાં સીરિયલ ગંગા દીકરીઓનાં સપનાં અને સાહસની કહાની છે. આ શો દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ શોએ ૧૪ માં અઠવાડિયે ટોપ ૫માં પોતાની જગ્યા બનાવી દીધી છે. આ સીરિયલને ૧.૮ રેટિગ મળ્યું છે. આ શો ટીઆરપી રેટિગમાં ત્રીજા નંબર પર છે.
વર્ષોથી નંબર ૧ પર કબ્જો કરનાર અનુપમાનાં ચાહકો હવે ધરાઈ ગયા છે. રૂપાલી ગાંગુલીનો શો ૧૪ માં અઠવાડિયે નંબર ૧ પરથી ચોથા નંબર પર આવી ગયો છે. અનુપમા સીરિયલને ૧.૭ રેટિગ મળ્યું છે.
૧૪ માં અઠવાડિયાનાં ટીઆરપી લિસ્ટમાં એકતા કપૂરનો બીજો એક શો Kyunki Rishton Ke Bhi Roop Badalte Hain છે. આ સીરિયલમાં વૃંદા અને અંગદની કહાની બતાવવામાં આવી છે. ૧૪ માં અઠવાડિયે આ સીરિયલ પાંચમાં નંબર પર છે. આ શોનું ૧.૭ રેટિગ છે. જો કે આ સીરિયલે ટીવીનો ઇતિહાસ બદલી દીધો છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. આમ, વાત કરવામાં આવે તો છેલ્લાં ઘણાં સમયથી એકતા કપૂરનો શો આ લિસ્ટમાં બાજી મારે છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
