<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ટીવી જગતનો જંગ: 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2' નો દબદબો યથાવત, તો 'યે રિશ્તા...' એ લગાવી લાંબી છલાંગ; જુઓ ટોપ-10 લિસ્ટ

BARC વીક 15 ના આંકડા જાહેર: સ્મૃતિ ઈરાનીના શો સામે 'અનુપમા' ફેંકાઈ ચોથા નંબરે; પ્રિયંકા ચહર ચૌધરી અને પાર્થ સમથાન બન્યા ફેવરિટ કલાકારો

મુંબઈ: ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ એટલે કે TRP ના 15માં અઠવાડિયાના આંકડા સામે આવી ગયા છે, જેણે ટીવી જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના રિપોર્ટ અનુસાર, આ અઠવાડિયે પણ સ્મૃતિ ઈરાનીના શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2' એ પોતાનું નંબર વનનું સિંહાસન જાળવી રાખ્યું છે. જોકે, સૌથી મોટું આશ્ચર્ય 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' એ આપ્યું છે, જેણે દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવીને રેન્કિંગમાં મોટો ઉછાળો માર્યો છે.

તાજેતરના આંકડા મુજબ, 'વસુધા' બીજા સ્થાને મક્કમ છે, જ્યારે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. લાંબા સમય સુધી ટોપ પર રહેલી 'અનુપમા' આ વખતે ચોથા સ્થાને સરકી ગઈ છે, જે મેકર્સ માટે ચિંતાનો વિષય બની શકે છે. આ તરફ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2' ના સ્પિન-ઓફ શો 'ક્યૂંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈ' એ પણ ટોપ-5 માં સ્થાન બનાવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે.

કલાકારોની લોકપ્રિયતાની વાત કરીએ તો, 'નાગિન 7' ની અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી દર્શકોની પહેલી પસંદ બની છે, જ્યારે પાર્થ સમથાન બીજા નંબરે છે. રસપ્રદ વાત એ છે કે 'શ્રી અને શ્રીમતી પરશુરામ' એ ફરી એકવાર ટોપ-10 ની યાદીમાં એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા છે. બીજી તરફ, 'ગંગા માઈ કી બેટિયાં' જે અગાઉ ત્રીજા સ્થાને હતું, તે હવે છઠ્ઠા સ્થાને ફેંકાઈ ગયું છે.

 

BARC વીક 15: ટોપ-10 શોની યાદી

  1. ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 (નંબર વનનો તાજ યથાવત)
  2. વસુધા (બીજા સ્થાને સ્થિર)
  3. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (જોરદાર ઉછાળો)
  4. અનુપમા (ચોથા સ્થાને)
  5. ક્યૂંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈ (ટોપ-5 માં એન્ટ્રી)
  6. ગંગા માઈ કી બેટિયાં
  7. ઉડને કી આશા
  8. તુમ સે તુમ તક
  9. નાગિન 7
  10. શ્રી અને શ્રીમતી પરશુરામ (ફરી વાપસી)

કલાકારોનો ક્રેઝ:

· મોસ્ટ પોપ્યુલર ફિમેલ: પ્રિયંકા ચહર ચૌધરી (નાગિન 7)

· મોસ્ટ પોપ્યુલર મેલ: પાર્થ સમથાન (સેહર હોને કો હૈ)

· રાઈઝિંગ સ્ટાર: રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુક્લા.

(4:47 PM IST)