<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

જાહ્‍‍નવી કપૂર અને શિખર પહારિયા જામનગરમાં પરંપરાગત રીતે લગ્ન કરશે ?

બોની કપૂરે સ્પષ્ટ શબ્દોમાં આ ચર્ચાને અફવા ગણાવીને એના પર પૂર્ણવિરામ મૂકી દીધું

મુંબઈ :જાહ્‍‍નવી કપૂર છેલ્લાં ઘણાં વર્ષોથી શિખર પહારિયા સાથે રિલેશનશિપમાં છે. તેઓ ઘણી વાર આઉટિંગમાં તેમ જ ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. આ સંજોગોમાં એવી ચર્ચા ચાલી હતી કે જાહ્‍‍નવી અને શિખર આ વર્ષે સપ્ટેમ્બરથી ઑક્ટોબર વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છે અને આ લગ્ન જામનગરમાં કરવામાં આવશે. જોકે જાહ્‍‍નવીના પિતા બોની કપૂરે આ દાવાઓને નકારી કાઢ્યા અને આ રીતે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

જાહ્‍‍નવી અને શિખર બાળપણના મિત્રો છે અને આ પછી તેમની મિત્રતા સંબંધમાં ફેરવાઈ હતી. ૨૦૧૬માં પ્રથમ વાર તેમના સંબંધ વિશે અફવાઓ સામે આવી હતી. જોકે બન્નેએ ક્યારેય એની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી.

 

(11:29 PM IST)