તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 12th April 2024
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને ઈરાન અને ઈઝરાયેલ ન જવાની સલાહ આપી છે. બંને દેશોમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. સલામતીના દૃષ્ટિકોણથી સાવચેતી રાખવા અને હલનચલન ઘટાડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ પહેલા રશિયા, યુએસ, ફ્રાન્સ અને યુકેએ પણ ઈરાન અને ઈઝરાયેલ માટે પણ સમાન ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. એક રિપોર્ટ અનુસાર ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર સીધો હુમલો કરી શકે છે. જ્યારે ઈઝરાયેલ તેનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
