News of Monday, 15th April 2024
આ મહિનાના અંતમાં એલોન મસ્કની દિલ્હીની મુલાકાત પહેલાં, ટેસ્લા કંપનીની એક ટીમ મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરમાં લગભગ 3,000 થી 5,000 ચોરસ ફૂટનાં ભારતમાં ટેસ્લા નાં પ્રથમ શોરૂમ્સ માટે જગ્યા નક્કી કરશે. જો બધું બરાબર રહ્યું તો, ટેસ્લા દિવાળીના તહેવારો પહેલા ભારતમાં EV કારનું વેચાણ શરૂ કરી શકે છે. ટેસ્લા મેનેજમેન્ટ તેમની જર્મન ફેક્ટરીમાંથી ભારતમાં કાર આયાત કરવાનું આયોજન કરી રહી છે. ટૂંક સમયમાં, ટેસ્લા જર્મન ગીગા ફેક્ટરીમાં રાઈટ હેન્ડ ડ્રાઈવ ટેસ્લા કારનું ઉત્પાદન, ખાસ કરીને ભારતીય બજાર માટે કરશે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
