તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Wednesday, 1st May 2024
અલ-નીનોમાંથી લા-નીનોમાં હવામાન પરિવર્તિત થઈ રહ્યું હોય આખો મે મહિનો ભારત સહિત અનેક દેશોમાં એકસ્ટ્રીમ હીટ વેવ ચાલુ રહેશે: આપણા દેશમાં ૪૧ થી ૪૭ ડિગ્રી સુધીની ભયાનક ગરમી પડશે: ન્યુઝ ફર્સ્ટ એશિયામાં આ આખો મહિનો ભયંકર હિટ વેવ ચાલુ રહેશે. આ મહિનામાં ભારતમાં ૪૧ થી ૪૭ ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો સળગતો રહેશે. હિંદ મહાસાગર બંગાળના અખાત અરબી સમુદ્ર અને નોર્થ પેસિફિક સમુદ્રમાં અલ-નીનોમાંથી લા-નીનોમાં હવામાન પરિવર્તિત થતું હોય, આગામી ૩૦ દિવસ દેશમાં હીટ વેવની પરિસ્થિતિ ચાલુ રહેવા સંભવ છે. આ સાથે ભારત ચીન પાકિસ્તાન નેપાલ બાંગ્લાદેશ ફિલીપાઇન્સ ઇન્ડોનેશિયા થાઈલેન્ડ અને સિંગાપોરમાં એક્સ્ટ્રીમ હીટ વેવ ની સ્થિતિ રહેશે હાલની તકે સમગ્ર ઈન્ડો પેસિફિક વિસ્તાર ઉકળતા તેલની જેમ ગરમીમાં શેકાઈ રહ્યો છે

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
