<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

તોફાની પવન-ભારે વરસાદથી વીજતંત્રને લાખોનું નુકસાનઃ ખેતીવાડીના ર૦ર સહિત ૩૧૩ ફિડર બંધ ર૩૩ ગામોમાં અંધારાઃ ર૩૬ પોલ પડી ગયાઃ ૧૮ ટ્રાન્‍સફોર્મર ઉડયા પીજીવીસીએલના અધિકારી સુત્રોના કહેવા મુજબ સતત ત્રીજા દિવસે તોફાની પવન ભારે વરસાદને કારણે ટ્રાન્‍સફોર્મર - થાંભલા વીજ લાઇનોને ભારે નુકસાન થયુ છે. નુકસાનીનો આંકડો અર્ધા કરોડને આંબી ગયો છે : હાલ ખેતીવાડીના ર૦ર, અર્બન વિસ્‍તારના ર૮, જે.જી.વાયના ૬૮, જીઆઇડીસીના ૭ સહિત ૩૧૩ ફીડર બંધ થઇ ગયા છે. ર૩૩ ગામોમાં અંધારપટ્ટ છવાયો છેઃ ર૩૬ થાંભલા પડી ગયા, તો ૧૮ ટ્રાન્‍સફોર્મરને ભારે નુકસાન થયુ છેઃ ટીમો સતત દોડી રહી છે.

(11:12 AM IST)