<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ચારધામ યાત્રા માટે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ખાતે ભક્તોની ભીડ પ્રશાસન માટે સતત પડકાર બની રહી છે. ભારે ભીડને જોતા ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે. અગાઉ આ પ્રતિબંધ 25 મે સુધી લગાવવામાં આવ્યો હતો. આ સિવાય પ્રશાસને મોબાઈલ ફોન સાથે રાખવાને લઈને એક નવી એડવાઈઝરી પણ જારી કરી છે. પ્રશાસને કહ્યું છે કે મંદિરના 50 મીટરની અંદર ભક્તો રીલ અને વીડિયો બનાવી શકશે નહીં.

(10:23 AM IST)