<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના મેદાની વિસ્તારોમાં ગંભીર હીટવેવની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું હતું કે, આ મહિનાની 24 તારીખ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગરમીના મોજાથી લઈને ગંભીર ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. આ સાથે શુક્રવાર સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, માહે, કોસ્ટલ અને દક્ષિણ આંતરિક કર્ણાટક માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે કેરળમાં આવતીકાલ સુધી ભારે વરસાદ પડશે. IMD એ બુધવારની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો-પ્રેશર વિસ્તારની રચનાની આગાહી કરી છે.

(9:23 AM IST)