<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ગાઝામાંથી વધુ ત્રણ ઇઝરાયેલી બંધકોના મૃતદેહ મળ્યા: હમાસની ભયાનક ક્રૂરતા બહાર આવી: આઠ દિવસમાં સાત મૃતદેહો મળી આવ્યા : ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેના સુરક્ષા દળોને ગાઝામાં વધુ ત્રણ બંધકોના મૃતદેહ મળ્યા છે. મોડી રાત્રે ઇઝરાયેલી સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધરી આ મૃતદેહો હાથ કર્યા હતા. આઠ દિવસમાં સાત ઇઝરાયેલી અપહરણ કરાયેલા બંધકોના મૃતદેહ મળ્યા છે. આ સાથે હમાસની ભયાનક ક્રૂરતા બહાર આવી. હમાસે ક્રોસ બોર્ડર હુમલો કરી ઇઝરાયેલના ૨૫૨ નાગરિકોનું અપહરણ કર્યું હતું. હજી ૧૨૫ જેટલા અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકો ગાઝામાં બંધક છે.

(9:27 AM IST)