<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

આજે, બુધવારે દિલ્હીમાં એવી ગરમી પડી કે સમગ્ર દેશનો રેકોર્ડ તૂટી ગયો. ઈતિહાસમાં પ્રથમ વખત પારો 52 ડીગ્રીને પાર થયો છે. દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય અન્ય ઘણા વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. દિલ્હી - NCR માં આજે જ્યાં બપોરે 2.30 વાગ્યે પારો 52 ડિગ્રીને પાર કરી ગયો હતો, ત્યાં સાંજ સુધીમાં અચાનક હવામાનનો મિજાજ બદલાઈ ગયો હતો. પશ્ચિમ અને દક્ષિણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા પછી હળવો વરસાદ શરૂ થયો, તો ઘણા વિસ્તારો પર કાળા ડિબાંગ વાદળો છવાય ગયા હતા.

(6:46 PM IST)