<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ જશે. સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને, 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ લોકસભા ચૂંટણી 2024 નાં મતદાનનો ક્રમ સમાપ્ત થઈ જશે. 1 જૂને મતગણતરી બાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. આમાં, દેશમાં આગામી સરકાર કોણ બનાવશે તેની આગાહી કરી શકાશે. આખો દેશ 4 જૂનની રાહ જોઈ રહ્યો છે, જ્યારે ફાઇનલ મતગણતરી થશે. સાતમા, અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર મતદાન થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. અહીં PM મોદીનો મુકાબલો કોંગ્રેસના અજય રાય સાથે છે.

(8:25 AM IST)