તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
પાકિસ્તાનના નાગરિકોમાં ભય અને આતંક સર્જનાર જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકી મુફ્તિ ઝિશાનને પાકિસ્તાનમાં અજાણ્યા ગન મેનોએ ફૂંકી મારેલ છે : આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મુફ્તિ ઝિશાનની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ગનમેને તેને ફુંકી મારેલ છે. પાકિસ્તાનમાં દુરના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સનસનાટી ફેલાવેલ છે. અનેક આતંકવાદી હુમલાઓમાં મુફ્તિ ઝિશાન સામેલ હોવાનું મનાય છે. જેના પગલે નિર્દોષ નાગરિકોમાં ભય અને અરાજકતા ફેલાઈ હતી. મુફ્તી ઝીશાન જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય સભ્ય હતો, જે તેની ઉગ્રવાદી વિચારધારાઓ અને હિંસક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. તે ભૂતકાળમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હોવાનું માનવામાં આવતું રહ્યું છે, જેના કારણે નિર્દોષ નાગરિકોમાં ભય અને અરાજકતા ફેલાઈ હતી.

(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
