તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
અમિતભાઈ શાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં : લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યી બેઠક મળી નથી ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ છેલ્લા અહેવાલ મુજબ એનડીએના સાથી પક્ષોનો એક પછી એક સંપર્ક કરી રહ્યા છે. સરકાર રચવા માટે ૨૭૨ બેઠકો હોવી જરૂરી છે. ત્યારે ભાજપ ૨૪૦ આસપાસ બેઠકો ઉપર જીત મેળવી રહ્યુ છે. આ સંજોગોમાં એનડીએ મોરચાના સાથી પક્ષો ફસકી ન જાય તે માટે સતત મીટીંગોનો દોર ચાલુ છે. આ બધા વચ્ચે અમિતભાઈ શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા છે. છેલ્લા અહેવાલ મુજબ એનડીએ મોરચાને ૨૯૫ અને ઈન્ડિયા ગઠબંધનને ૨૩૧ બેઠકો મળી છે.

(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
