તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
પ્રચંડ લીડથી વિજય મેળવ્યા પછી શિવરાજસિંહ ચૌહાણએ કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં અમને જીત મળી છે, જનતાને હું સલામ કરું છું, જનતા મારા માટે ભગવાન* વિદિશાથી જીત નોંધાવ્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ જનતાની જીત છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમને આ જીત મળી છે. તેમણે કહ્યું, "હું જનતાને સલામ કરું છું, જનતા મારા માટે ભગવાન છે. તેઓએ મારા માટે એવો પ્રેમ દર્શાવ્યો જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે વિદિશા સંસદીય ક્ષેત્રને આદર્શ સંસદીય ક્ષેત્ર બનાવવા માટે તમામ પ્રયાસો કરીશું. "ભાજપ મધ્યપ્રદેશમાં તમામ ૨૯ બેઠકો જીતી રહ્યું છે અને એનડીએ ત્રીજી વખત ૩૦૦ને પાર કરી રહ્યું છે. આ પીએમ મોદીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે."

(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
