<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ચૂંટણી હારી ગયા છતાં પંજાબ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બીટ્ટુનો પ્રધાન મંડળમાં સમાવેશ: પંજાબમાં ભાજપને ધમધમતું કરવાની તાકાત ધરાવે છે, કોંગ્રેસના એક સમયના ફાયર બ્રાન્ડ નેતા રવનિતસિંહ બીટ્ટુનો કોંગ્રેસથી અચાનક મોહભંગ થયા પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ચૂંટણી લડ્યા. જોકે પરાજિત થયા છતાં નરેન્દ્રભાઈ મોદીએ તેમના નવા પ્રધાનમંડળમાં રવનીત સિંહને સામેલ કરી આશ્ચર્ય સર્જ્યું છે. અમિતભાઈ શાહે પંજાબની ચુંટણી રેલી દરમિયાન વચન આપેલ કે ટૂંક સમયમાં બીટ્ટુને મોખરે લઈ જશે, જે પાળવામાં આવ્યું છે. હવે પછી પંજાબમાં નામશેષ ભાજપને ધમધમતું કરવામાં તેમનો મોટો ફાળો રહેશે તેમ મનાય છે.

(5:02 PM IST)