<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભારતના લોકો કોંગ્રેસને પાઠ ભણાવશે. કોંગ્રેસે પોતાનું જ્યાં શાસન છે તે કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે: દેવગૌડા, ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ આક્રોશ દર્શાવતા કહ્યું હતું કે ભારતના લોકો કોંગ્રેસને મોટો પાઠ ભણાવશે. તેમણે કહ્યું કે "કોંગ્રેસે પોતાનું જ્યાં શાસન છે તે કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે. દેવગૌડાએ કહ્યું હતું કે "અન્ય રાજ્યોમાં, સાથી પક્ષોને કારણે કોંગ્રેસે સારો દેખાવ કરેલ છે. પરંતુ આપણે જોવું રહ્યું કે આ સાથી પક્ષો કોંગ્રેસને ક્યાં સુધી સહન કરશે. કોંગ્રેસ બાબતે દેવેગૌડા ખૂબ જ આક્રોશમાં હતા. તેમના પૌત્ર સેક્સ સ્કેન્ડલમાં સપડાયાનું જાણીતું છે."

(5:21 PM IST)