<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

જુગાર રમતા ૨૧ જુગારીઓ ઝડપાયા: પોતાના મોબાઈલ છોડી ૧૦ રફુચક્કર થઈ ગયા: આટલો મોટો જુગાર ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસને કોઈ જ ખબર નહોતી , અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ૨૧ લોકોને જુગાર રમતા ઝડપી લીધા છે, જ્યારે ૧૦ જુગારીઓ રફુચક્કર થઈ ગયા. રખિયાલના જાફર ખાન પઠાણ સહિત ત્રણ શખ્શો આ જુગાર અડ્ડો ચલાવી રહ્યા હતા. સ્થળ પરથી નાસી છૂટેલાઓના દસ મોબાઇલ કબજે લેવાયા છે. આટલા મોટા પાયે જુગાર ધમધમતો હોવા છતાં સ્થાનિક પોલીસને ખબર સુદ્ધાં ન પડી તેની ભારે ચર્ચા હોવાનું ટીવી અહેવાલો જણાવે છે.

(5:44 PM IST)