<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ભાજપના પરાજયના પગલે અયોધ્યામાં યાત્રાળુ - મુલાકાતી ઘટવા લાગ્યા : પ્રધાનો આવે છે રેલીઓ યોજે છે અને ચાલ્યા જાય છે : ગરીબ પ્રજા સાથે કોઈ સંવાદ - તાલમેલ રાખતા નથી : ઈ-રીક્ષા ચાલકનો બળાપો લોકસભાની ચૂંટણીઓના પરિણામો પછી અયોધ્યામાં યાત્રાળુ ઓ અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોધાયાનું ઍકસ ઉપર રવિસુતનજાની ટ્વીટર ઍકાઉન્ટ ઉપર દાવો કરાયો છે. આ કારણોસર સ્થાનિકો અને દુકાનોની આવકમાં ઘટાડો નોîધાયો છે. અયોધ્યા જે લોકસભા મતક્ષેત્રમાં આવે છે તે ફૈઝાબાદની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર લાલુસિંઘનો અખિલેશના સપા પક્ષના અવધેશ પ્રસાદ સિંઘ સામે ભૂંડો પરાજય થયો હતો. અયોધ્યામાં ઈ-રીક્ષા ચાલકો પણ નાખુશ છે. રામ જન્મભૂમિ મંદિરના પ્રારંભના ૪ મહિનામાં જ યાત્રાળુઓ - પ્રવાસીઓનો ધસારો ઘણો ઘટી ગયો છે. અયોધ્યાનો વિકાસ પણ થંભી ગયો છે. રસ્તાઓ બંધ થવા લાગ્યા છે. રીક્ષાચાલકો પણ કહે છે રોજના ૨૦૦-૨૫૦ મેળવવા મુશ્કેલ બન્યા છે. ભાજપના ઉમેદવાર જવાબદાર છે. તેમણે કયારેય અમારા પ્રશ્નોને હાથમાં લીધા નથી કે કોઈને મળ્યા પણ નથી. પ્રધાનો વારંવાર નહિં આવે છે પણ સામાન્ય નાગરીકોને મળતા નથી. તેઓ આવે છે, રેલીઓ યોજે છે, અને ગરીબ પ્રજાને મળ્યા વિના જ ચાલ્યા જાય છે. દેશની જાણીતી સમાચાર સંસ્થા ઍઍનઆઈ સાથેની વાતમાં ઈ-રીક્ષા ચાલકે આ વાત કરી હતી.

(5:33 PM IST)