News of Wednesday, 12th June 2024
ખાલીસ્તાની સમર્થકોએ ઇટાલીમાં ગાંધી પ્રતિમાની તોડફોડ કરી: વડાપ્રધાનના હસ્તે વિમોચન થવાનું હતું: નરેન્દ્રભાઈ કાલે ઇટાલી જઈ રહ્યા છે:ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થક તત્વો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. આ પ્રતિમાનું ઉદ્ઘાટન જી-સેવન દેશોની શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશ મુલાકાત દરમિયાન કરવાના હતા. પીએમ મોદીની તેમના ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા ઈટલીની છે, તેઓ આવતીકાલે ૧૩ જૂને જી-સેવન દેશોની ઈવેન્ટમાં ભાગ લેવા ઈટાલી જવા રવાના થશે.

(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
