News of Thursday, 13th June 2024
ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરના ચારેય કપાટ ખુલ્યા : મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં કપાટ ખુલ્યા : અત્યાર સુધી ભક્તો મંદિરમાં એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. : જગન્નાથ પુરીના ભક્તોને હવે દર્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં કારણ કે કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધી ભક્તો જગન્નાથ મંદિરમાં એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. મંદિરના ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય સીએમ મોહન ચરણ માઝીએ ઓડિશામાં ભાજપની સરકાર બન્યાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં લીધો હતો.

(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
