<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

આતંકીઓનું નિશાન પઠાનકોટ-જમ્‍મુ હાઇવે રેલવે ટ્રેક :હુમલાનો ખતરો : જમ્‍મુ : જમ્‍મુ કાશ્‍મીરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે. અમુક આંતકીઓ કઠુઆ-પઠાનકોટ નજીક બોર્ડરમાં ઘૂસવામાં સફળ થયાનું જાણવા મળે છે. જે ફિદાપિન હુમલાને અંજામ આપી શકે છે. આ આંતકીઓના નિશાન પર જમ્‍મુ પઠાનકોટ હાઇવે સ્‍થિત ઇન્‍ટરનેશનલ બોર્ડર સાથે રેલવે ટ્રેક પણ છે. બી.એસ.એફ. અને તેના અધિકારીઓને પણ આ શંકા છે એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે હીરાનગર હુમલામાં સામેલ અમુક આંતકીઓ ભાગવામાં સફળ થયા જે કોઈપણ સમયે કહેર વરસાવી શકે છે.

(3:33 PM IST)