<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્‍સાહન આપવાનો ઉદેશ્‍ય : વડાપ્રધાન મોદીનું ટ્‍વિટ વડાપ્રધાન મોદીએ ટ્‍વિટ કરીને કહ્યું કે G-7 સમિટ ૧૩ થી ૧૫ જૂન દરમિયાન ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં વૈભવી બોર્ગો એગ્નાઝિયા રિસોર્ટમાં થઈ રહી છે. પીએમ મોદી ઈટાલીના પીએમ જયોર્જિયા મેલોનીના આમંત્રણ પર સમિટમાં ભાગ લેવા પહોંચ્‍યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ રાજકીય મુલાકાત G-7 સમિટ માટે ઈટાલીની છે.તેમણે કહ્યું કે તેઓ G-7 સમિટના આઉટરીચ સત્રને પણ સંબોધિત કરશે.

(2:01 PM IST)