<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

અમેરિકામાં ભારતીય જ્વેલર્સના શો-રૂમમાં એક સાથે બ્લેક યુનિફોર્મમાં સજ્જ ૨૦ લૂંટારુઓ ત્રાટક્યા :યુએસએ ખાતે કેલિફોર્નિયાના સનવીલે ખાતે અલ કેમિનો રિયલમાં ભારતીય જવેલર્સના શોરૂમમાં થયેલ દિલ ધડક લૂંટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે. ૧૨ જૂનના રોજ બ્લેક વસ્ત્રો પહેરેલ ૨૦ જેટલા લૂંટારુઓ પુણેના પીએનજી જ્વેલર્સની અહીં આવેલ શાખામાં હુમલો કરી હથોડીઓથી ડિસ્પ્લે તોડી દાગીનાની જંગી લૂંટ કરી હતી. પોલીસે બે શંકાસ્પદ વાહનો શોધી કાઢી પાંચની ધરપકડ કરી છે. જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગીલે સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. છ અઠવાડિયામાં આવી ચોથી ઘટના છે.

(4:35 PM IST)