<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો:ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા - છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા: નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા : પોરબંદર ; હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે

(5:17 PM IST)