કંચનજંગા ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામને ૧૦-૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત પશ્ચિમ બંગાળમાં આજે સવારે જલપાઈગુડી ખાતે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ગંભીર ઘવાયેલાઓને ૨.૫ લાખ રૂપિયા ઉપરાંત નાની ઈજાઓ માટે ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક મૃત્યુ પામનારના પરિવારજનોને ૨ લાખ રૂપિયા અને ઈજા પામેલાઓને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૫ના મૃત્યુ થયા છે જયારે ૬૦ થી વધુ મુસાફરોને ઈજા થઈ છે