<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

નેટવર્ક સાથે નહિં જોડાયેલ હોવા છતાં ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે : આપના વરિષ્‍ઠ નેતાનો ગંભીર દાવો : આમ આદમી પાર્ટીના વરિષ્‍ઠ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, ઈવીએમ (ઈલેકટ્રોનિક વોટીંગ મશીન) કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલ ન હોય તો પણ તેની સાથે છેડછાડ સંભવિત છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પણ આ બાબતે ટ્‍વીટ કરી ચૂકયા છે. ટેસ્‍લા કંપનીના માલિક એલન મસ્‍કે આપેલ નિવેદનના પગલે દુનિયાભરમાં ઈવીએમ સાથે છેડછાડનો મુદ્દો ભારે ચર્ચામાં આવી ગયો છે. આ પહેલા લોકસભા ચૂંટણીના પરિણામ પછી ઈવીએમ સાથે છેડછાડનો મુદ્દો લગભગ સમાપ્‍ત થઈ ગયો હતો. જે એલન મસ્‍કના દાવા પછી ફરી છવાઈ ગયો છે. જો કે ચૂંટણીપંચ અને ભાજપના પૂર્વ કેન્‍દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ભારતીય ઈવીએમ સંપૂર્ણ સુરક્ષીત હોવાનો ફરી ફરી દાવો કર્યો છે.

(4:12 PM IST)