હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
મક્કામાં ૫૦ ડિગ્રી તાપમાન : મીનામાં હજયાત્રીકો તંબુની અંદર : ‘‘ લૂ'' લાગવાથી ૫૦૦ હજયાત્રીકોના મોત : હાલમાં સાઉદી અરેબીયાના મક્કા શહેર ખાતે હજ યાત્રા ચાલી રહી છે જેમાં આવતી કાલે સાંજે વિરામ થશે દરમિયાન અત્યારે ૨૦ લાખથી વધુ હજયાત્રીકો મક્કા શહેરથી ૧૮ કી.મી. દુર આવેલા મીનાના મેદાનમાં પડાવ નાખીને પોતાની હજયાત્રા કરી રહ્યા છે. જેમાં ગઇકાલે, આજે અને આવતીકાલે માત્ર ૩ દિવસ સેતાન નામના પથ્થરને કાંકરી મારવાની વિધી રહેશે. જ્યારે આજે ત્યાનું તાપમાન ૫૦ ડીગ્રી થઇ જતા સત્તધીશોએ બપોરે ૧૧ થી સાંજના ૪ વાગ્યા સુધી પોતપોતાના તંબુ માંથી બહાર નીકળવુ નહીં અને તાપમાનથી બચવા માટે અપીલ કરી છે અને હજયાત્રીકો અત્યારે છત્રી લઇને જ બહાર નીકળે છે. બીજી તરફ એક અહેવાલ મુજબ ભારે તાપમાનના કારણે છેલ્લા કેટલાક દીવસોથી ‘‘ લૂ'' લાગવાથી ૫૦૦ હજયાત્રીકોના મોત થયાનું જાણવા મળ્યું છે.

(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
