<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

૬૨ વર્ષમાં ૩૮ હજાર ટ્રેન એક્‍સીડન્‍ટ : આજે પ. બંગાળના જલપાઈગુડીમાં કંચનજંગા એક્‍સપ્રેસ ટ્રેન - માલગાડી વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં ૧૫ના મોત અને ૬૦ને ઈજા થઈ છે. ગુડ્‍સ ટ્રેનના લોકો પાયલટે સીગ્નલની અવગણના કરતા ગુડ્‍સ ટ્રેને કંચનજંગા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. તેમ રેલ્‍વે બોર્ડના ચેરમેન જયા વર્માએ કહ્યુ છે. આ વર્ષનો સૌથી મોટો અકસ્‍માત છે. ૨૦૧૪ થી ૨૦૨૩ વચ્‍ચે દર વર્ષે સરેરાશ ૭૧ ટ્રેન અકસ્‍માત થયા છે. જયારે ૨૦૦૪થી ૨૦૧૪ વચ્‍ચે વાર્ષિક સરેરાશ ૧૭૧ ટ્રેન અકસ્‍માત થયા છે. ૧૯૬૦ થી ૨૦૨૨ સુધીના ૬૨ વર્ષમાં ૩૮૬૭૨ નાના - મોટા ટ્રેન એક્‍સીડન્‍ટ થયા છે. આમ દેશમાં સરેરાશ ૬૦૦થી વધુ અકસ્‍માતો થયાનું ગુજરાતી રાષ્‍ટ્રીય દૈનિક નોંધે છે.

(6:01 PM IST)