News of Tuesday, 18th June 2024
અમિતભાઇ શાહને મળતો ગૌતમ ગંભીર :ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર, ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર ગૌતમ ગંભીરે ગઈ કાલેᅠગૃહપ્રધાન અમિતભાઇ શાહને શુભેચ્છા આપવા માટે મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગંભીર ઈસ્ટ દિલ્હીથી સંસદસભ્ય બન્યો હતો. તેણે પોતાની ક્રિકેટ-કોચિંગની કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્રિય રાજકારણમાંથી બ્રેક લીધો છે. પહેલી જુલાઈએ તેના ભારતીય હેડ કોચ બનવાની જાહેરાત થાય એવા અહેવાલ છે.

(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
