<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

આસામમાં ભારે પુર હોનારત, ૩ સગીર બાળાઓ સહિત પાંચના મોત, દોઢ લાખથી વધુને અસર, ગૌહતીમાં સતત વરસાદની આગાહી : ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પૂરને લીધે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેમાં ત્રણ સગીર વયની બાળાઓ સહિત પાંચના કરીમગંજ જિલ્લામાં મૃત્યુ થયા છે. ભારે પુરને લીધે ૧૫ જિલ્લાના ૧.૬૧ લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોના મૃત્યુ થયા છે. બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધી રહ્યું છે. ગૌહત્તિમાં સતત વરસાદ ચાલુ રહેવાની આગાહી

(11:06 AM IST)