<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પાટડી પંથકમાં દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દાદા,પૌત્ર અને સાળાનું મોત (ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૯ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઇ-વે ઉપર મોટી મજેઠી અને રાજપર ગામ વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા દાદા,પૌત્ર અને સાળાનું મૃત્યુ થતાં અરેરાતી વ્યાપી ગઈ છે.આ અકસ્માતમા કેશુભાઈ ગંગારામભાઈ પાંચાણી તેના પૌત્ર રોનક મેરૂભાઈ પંચાણી અને સાળા ઘનશ્યામભાઈ ઝાપડિયા નું મોત થયું છે.

(11:25 AM IST)