<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અજીત પવારના એનસીપીએ ભાજપના એનડીએ ગઠબંધનને સ્પષ્ટ ચેતવણી આપી, સતત નિશાન બનાવશો તો અલગ રસ્તો અપનાવશું : અજીત પવાર જૂથના એનસીપી પાર્ટીએ પણ ચેતવણી આપી છે કે જો અમને સતત નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન તોડીને અલગ રસ્તો અપનાવવા વિચારી શકીએ છીએ. એનસીપી નેતા અમોલ મિતકારીએ કહ્યું, 'અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો અજિત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે.

(11:42 AM IST)