તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
નીટ યુજી ૨૦૨૪ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં બિહારના પટણામાંથી ચાર ઉમેદવારોની ધરપકડ : નીટ યુજી ૨૦૨૪ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં બિહારના પટણામાંથી ચાર ઉમેદવારોની ધરપકડ કરી લેવામાં આવી છે. બિહાર ઇકોનોમિક ઓફેન્સ યુનિટે ૯ ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેમાં સાત વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા પાંચ મેના રોજ લેવામાં આવી ૪ જૂને પરિણામ જાહેર થયા, ત્યારથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. ધરપકડ થયેલા ઉમેદવારો માંથી અનુરાગ યાદવને ૧૮૫ માર્ક, આયુષ રાજને ૩૦૦, અભિષેકને ૫૮૧ અને શિવાનંદન કુમારને નીટ યુજી પરીક્ષામાં ૪૮૩ માર્ક મળ્યા છે.

(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
