તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
મુંબઈમાં ભારે વરસાદ માટે એલર્ટ : પાલઘરમાં પુલ ડુબી ગયો : ટ્રાફીકને અસર ૬ દિવસ સતત વરસાદ પડશે : ૨ દિ' ભારે, ગઈરાતથી મુશળધાર ચાલુ : ભીવંડીમાં પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા આજે મુંબઈમાં ભારે વરસાદને લઈને આજે એલર્ટ આપવામાં આવ્યુ છે. મુંબઈમાં ૬ દિવસ સુધી વરસાદનું એલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે મુંબઈમાં સારા વરસાદ તેમજ ૨૨ થી ૨૫ જૂન સુધી હળવા વરસાદની સંભાવના છે. આજે સાથે જ વેસ્ટર્ન રેલ્વેના બોઈસર - ઉમરોલી સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેકની અપ અને ડાઉન બંને લાઈનો પર પાણી ભરાઈ ગયુ છે. જેની અસર ટ્રેનો પર પડી રહી છે. પાણી ભરાવવાના કારણે ટ્રેનોની સ્પીડ ઘટી ગઈ છે. ગઈરાતથી થઈ રહેલી મુશળધાર વરસાદને કારણે ભિવંડી શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે.

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
