<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

માનવતા શર્મસારઃ મૃતદેહને કચરાના વાહનમાં હોસ્‍પિટલ લઇ જવાયો : ખિલચીપુર (રાજગઢ) વિસ્‍તારમાં ખેતરમાં ફાંસી લગાવેલ યુવકના મૃતદેહને નગરપાલીકાની કચરા ગાડીમાં હોસ્‍પિટલ લઇ જવાતા માનવતા શર્મસાર થઇ છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થતા સ્‍વચ્‍છતા પ્રભારી મોહનલાલ વિશ્વકર્માને પાણીચું આપી દેવાયું છે. આ યુવક ટોંડરી ગામનો હેમરાજ હતો. જે છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો.

(3:35 PM IST)