તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Tuesday, 25th June 2024
લોકસભાના અધ્યક્ષ પદ માટે ઓમ બિરલા ફાઇનલ ? : સંસદના અધ્યક્ષ પદ માટે ભાજપ પ્રેરિત એનડીએ મોરચાના ઉમેદવાર તરીકે ભાજપના સાંસદ ઓમ બિરલા ઉમેદવારી નોંધાવી રહ્યાનું ટોચના સૂત્રો જણાવે છે. રાજનાથ સિંઘે મલ્લિકાર્જુન ખડગે સાથે પણ વાતચીત કરી હતી, તેમણે રાજનાથ સિંહને કહ્યું કે નાયબ સ્પીકર પદ વિપક્ષને મળવું જોઈએ, તો જ સ્પીકર પદ માટે અમે તમને સમર્થન આપશું. ૨૬ જુને લોકસભાના સ્પીકર માટેની ચૂંટણી યોજાશે. સંભવતઃ ઓમ બિરલાનું નામ આજે ગમે તે ઘડીએ જાહેર થઈ જશે.

(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
